વાહનોની ચોરીના ગુનામા બે માસ થી નાસતા ફરતા આરોપી એલસીબીના હાથે ઝડપાયો

by JAYENDRA UPADHYAY
0 comments

ગાંધીનગર
ગાંધીનગર, મહેસાણા , સાબરકાંઠા શહેરમાં વાહનોની ચોરીના કુલ -6 ગુના માં બે માસથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડેલ છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદસિંહ દિપસિંહ તથા ચેતનસિંહ ભરતસિંહને બાતમી મળી હતી કે ગાંધીનગર તથા અન્ય જીલ્લાના વાહનચોરીના કુલ 6 ગુનામાં નાસતો ફરતો આોરોપી આકાશ પ્રકાશભાઇ બારોટ રે.કુવાદરા, ગામ ચબુતરાવાળો વાસ, તા.માણસા જી.ગાંધીનગર એક લાલા વાદળી પટ્ટાવાળા સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું બાઇક સાથે સેક્ટર-11 રામકથા મેદાન ખાતે છે ત્યારે તેને ત્યાં પકડી પાડીને સ્પેન્ડર પ્લસ બાઇક સંદર્ભે પુછપરછ કરતા સાબરકાંઠાના તાલોદ, માધવગઢ બસસ્ટેન્ડ પાસે ગોડાઉન આગળથી ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલીને ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી.એલસીબીએ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી માટે સે.7 પોલીસ સ્ટેશનને સોંપેલ છે.તેની તપાસમાં વિવિધ 9 જેટલા ગુના ડીટેક્ટ થયેલા છે.

You may also like

Leave a Comment