ગાંધીનગર
ચિલોડા પોલીસ સ્ટ્રેશન વિસ્તારના હિંમતનગર – અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ચંદ્રાલા ઓવરબ્રીજ પહેલા રોડ ઉપરથી અશોક લેયલેન્ડ ટકમાંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ – ૭૩૪૪ (૪૮૧ પેટી) કિ.રૂા.૨૦,૭૩,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા. ૩૦,૭૩,૫૦૦/- નો મસ મોટો જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કરેલ છે.
આજે પો.સ.ઈ. શ્રી જે.જે. ગઢવી તથા પો.સ.ઇ. શ્રી એસ.જે.ચૌહાણ નાઓ ટીમના માણસો સાથે એલ.સી.બી. – ૧, ગાંધીનગરની કચેરી ખાતે હાજર હતા. તે વખતે પો.સ.ઇ. શ્રી જે.જે.ગઢવી તથા પો.સ.ઇ. શ્રી એસ.જે.ચૌહાણ તથા અ.પો.કો. જયદિપસિંહ વિક્રમસિંહ તથા આ.પો.કો. રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહનાઓને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ હકીકત આધારે પો.સ.ઈ. શ્રી જે.જે.ગઢવી તથા પો.સ.ઈ. શ્રી એસ.જે.ચૌહાણ તથા ટીમના માણસોએ મોજે – હિંમતનગર – અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આવેલ ચંદ્રાલા ઓવરબ્રીજ ચડતા પહેલા રોડ ઉપરથી અશોક લેયલે ટ્રક નં -RJ-02-GB-3012 માંથી ભારતીય બનાવટની વિદેશીદારૂનો બોટલો તથા બીયર ટીન મળી કૂલ નંગ – ૭૩૪૪ (૪૮૧ પેટી) કિ.રૂા. ૨૦,૭૩,૦૦૦/- તથા ટ્રક નં -RJ-02-GB-3012 કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કૂલ રૂા.૩૦,૭૩, ૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.
* પકડાયેલ આરોપી-
(૧) મોહનસિંહ ભીમસિંહ રાવત ઉ.વ.૪૮ રહે. બીણ ગામ, પોસ્ટ-બડાખેડા, તા. તાડગઢ, જી. અજમેર, રાજસ્થાન
* પકડવાનો બાકી આરોપી:-
(૧) રાજુભાઇ