શાબાશ કલોલ તાલુકા પોલીસ, હત્યાના આરોપીઓને ઉતરપ્રદેશ જઇને પકડી પાડ્યા

ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશનાનાં મર્ડર ના ગંભીર ગુનાના આરોપીઓને ગણતરીના દિવસોમાં ઉત્તરપ્રદેશ ખાતેથી કલોલ તાલુકા પોલીસે પકડી પાડ્યા હતા.

ગઇ તા.૧૨/૦૮/૨૦૨૪ ના સાંજના આશરે કલાક.૧૯/૦૦ થી કલાક.૧૯/૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે રોનક કંપની આગળ, છત્રાલ જી.આઈ.ડી.સી ફેઝ ૦૪, પાણીની ટાંકી નજીક, છત્રાલ તા.કલોલ જી.ગાંધીનગર ખાતે આરોપીઓ (૧) મુકેશ (૨)અખિલેશ (૩) શ્યામબાબુ (૪) મંગેશ નાઓ એકસંપ થઇ આ કામના ફરીયાદી જીવાજી  વસાજી ડાહ્યાજી ઠાકોર હાલ-રહે-ગાયત્રી પોલીમર્સ કંપનીમાં, ફેઝ ૦૪, પ્લોટ નં-૩૫૧૦, છત્રાલ જી.આઈ.ડી.સી છત્રાલ ગામ,કલોલ જી.ગાંધીનગર મુળ રહે જીલીયા ગામ, તા.ચાણસ્મા જી.પાટણ નાઓના દિકરા વિનોદ ઉ.વ.૨૦ ને શરીરે લાકડાનાં ધોકા વડે મારામારી કરી માથામાં ફેકચર તેમજ હેમરેજ જેવી જીવલેણ ઇજાઓ કરી સાથેના તેના મિત્રોને શરીરે વધતી ઓછી ઈજાઓ કરેલ હોય જે ઇજા પામનાર વિનોદભાઇ જીવાજી વસાજી ઠાકોર ઉ.વ.૨૦ રહે ગાયત્રી પોલીમર્સ, પ્લોટ નં.૩૫૧૦ ફેજ-૦૪, છત્રાલ જી.આઇ.ડી.સી તા.કલોલ જી.ગાંધીનગર નાઓ સારવાર દરમ્યાન તા.૧૪/૦૮/૨૦૨૪ ના કલાક.૦૮/૧૫ વાગે અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન મરણ ગયેલ જે બાબતે તા.૧૩/૦૮/૨૦૨૪ ના રોજ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૨૨૪૦૫૬૯/૨૦૨૪ બી.એન.એસ. કલમ.૧૦૯, ૧૧૫(૨), ૧૧૭(૨), ૩૫૨, ૫૪, ૧૦૩(૧), ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુનો નોંધાયેલ.

આ બાબતે આ કામના આરોપીઓને શોધી કાઢવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રનસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબ, ગાંધીનગર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી, કલોલ વિભાગ કલોલ નાઓએ આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવા સુચન કરેલ.

જે ગુનાની શરૂઆતથી તપાસ અમો સુશ્રી યુ.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સંભાળી લીધેલ અને આ કામે ફરીયાદમાં આ કામના આરોપીઓના પુરા નામ સરનામા ન હોય જેથી આ કામે અમોએ અત્રેના કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ શ્રી એમ.એ.વાઘેલા તથા અ.હે.કો અલ્પેશકુમાર ચંદભાઇ તથા અ.હે.કો વિજયસિંહ જીલુજી તથા અહે કો તેજમલજી મફાજી તથા અ.પો.કો જનકજી બાબુજી તથા અ.પો.કો સિધ્ધરાજસિંહ વિક્રમસિંહ તથા આપો.કો કલદિપસિંહ દિલીપસિંહ નાઓની ટીમો બનાવી આ કામના આરોપીઓને શોધી કાઢવા માટે આરોપીઓ બાબતે તપાસ કરી આરોપીઓ જે કંપનીમાં નોકરી કરતા હતા તે કંપનીમાં કામ કરતા કામદારો તેમજ મિત્ર વર્તુળ નાઓનો સંપર્ક કરી સધન પ્રયાસો કરી વિગતો મેળવી તેમજ તકનીકી માહિતી મેળવી આરોપીઓના વતન ઉત્તરપ્રદેશ રાજ્યના પ્રયાગરાજ ખાતે ખીરી થાના ખાતેથી પોલીસની મદદ મેળવી આરોપી(૩) અખીલેશ નું પુરુ નામ સરનામું મેળવી તેને તેના રહેણાંક ઘરેથી પકડવામાં આવેલ અને અન્ય બે આરોપીઓ (૧) શ્યામબાબુ (૨) સુરજ તેના સંબંધી જ હોય ઘુરપુર થાના ખાતેથી પોલીસ મદદ મેળવી બંને આરોપીઓના પુરાનામ સરનામા મેળવી તેના રહેણાંક ઘરે તપાસ કરતા મળી નહિ આવતા બંને આરોપીઓની વોચ તપાસમાં રહી હ્યુમન સોર્સથી માહિતી મેળવતા આ કામના બંને આરોપીઓ પોતાના નવા બનતા ઘરમાં સંતાયેલ હોય જે આરોપીઓને પકડી લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.પોલીસે આ ગુન્હામાં  (૧) શ્યામબાબુ સ/ઓફ હિંગુલાલ અર્જુન ભારતીય ઉ.વ.૨૬ તથા (૨) સુરજ સ/ઓફ હિંગુલાલ અર્જુન ભારતીય ઉ.વ.ર૧ બન્ને રહે.સિગ્મા કંપની કવાટર્સ જી.આઇ.ડી.સી ફેઝ.૦૪, પાણીની ટાંકી નજીક, છત્રાલ, તા.કલોલ જી.ગાંધીનગર મુળ રહે કાંટી બ્લોક-જસરા, થાના-ધુરપુર તા.બારા જી.પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ) (૩) અખીલેશ સ/ઓ અચ્છેલાલ કાલુરામ ભારતીય ઉ.વ.૨૫ રહે.સિગ્મા કંપની કવાટર્સ જી.આઇ.ડી.સી ફેઝ,૦૪, પાણીની ટાંકી નજીક, છત્રાલ, તા.કલોલ જી.ગાંધીનગર મુળ રહે,ગામ-ધંધુઆ, તા.મેજા, થાના-ખીરી જી.પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ)ને પકડી પાડેલ છે.જ્યારે (૧) મુકેશ સરોજ રહે સુમતિયા થાણા.જીગના તા.સદર મિરઝાપુર જી.મિરઝાપુર (ઉત્તરપ્રદેશ) (૨) મંગેશ સુરેશ ઠાકુરીયા રહે.કોઇલાહા વસૈયા થાણા.મેજા જી.પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ) હજુ ફરાર છે.કલોલ પોલીસે ગણતરીના દિવસોમાં જ ગુન્હો ઉકેલી લીધો છે.

About JAYENDRA UPADHYAY

Check Also

કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.

સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?