માધાપરમાં આજે સવારે બસસ્ટેશન પાસે એકદમ ભીડભાડ વાળા વિસ્તારમાં ગેસના સીલીન્ડર ભરેલી રેફ્રીજરેશનની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.જોકે ફાયર ફાયટરની ટીમે સમયસુચકતા વાપરીને આગ પર કાબુ મેળવી લેતા ગંભીર દુર્ઘટના ટળી હતી.
ફાયર કંટ્રોલરૂમ કોલ મળેલ જેના ફોન નંબર9426997813 કે માધાપર બસ સ્ટેશન બાજુમાં પરેશ રેફ્રેશન ફ્રીજ રીપેરીંગ દુકાનમાં આગ લાગેલ છે જેમાં ક્લોરો ફ્લોરો કાર્બન સિલિન્ડર 4 અને એલપીજી 2 સિલિન્ડર બહાર કાઢવામાં આવ્યા હતા.જેમાં ફાયર ટીમજગદીશ દનીચા,વાઘજી રબારી,કરણ જોશી,રમેશ ગાગલ જોડાયા હતા.