ગાંધીનગર
ગાંધીનગરમાં કરોડોના ખર્ચે બનેલા ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઈકોનિક રોડ પર 10થી વધુ લક્ઝરી કાર્સનો કાફલો દોડાવી નબીરાઓએ ‘અમે કાયર નથી, ફાયર છીએ…’સોંગ પર રીલ્સ બનાવી હતી, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે, સાથે 190 કિમીની સ્પીડે ચલાવાતી એક કારનો વીડિયો પણ વાઇરલ થયો છે. પોલીસે આ મામલે વાઈરલ વીડિયોમાં દેખાતા યુવકોને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તા.૨૩/૦૬/૨૦૨૪ ના કલાક:૧૫/૦૦ દરમ્યાન ભાઇજીપુરા રોડથી પી.ડી.પી.યુ જતા રોડ ઉપર કેટલાક ઇસમો પોતાના કબ્જા હેઠળની અલગ અલગ ગાડીઓ પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે પોતાની તેમજ અન્ય લોકોની જીંદગી જોખમાય તે રીતે હંકારતા હોય જેથી સદરી ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સર્વલન્સ પો.સ.ઇ વી.જી.પરમારનાઓને સુચના કરતા વાહનોના માલિક બાબતે ઇ-ગુજકોપમાં ખાતરી તપાસ કરી સફેદ કલરની ફોર્ચ્યુઅન ગાડી ન.GJ.18.EC.9270 ના ચાલક અનિલ વિષ્ણુજી જાદવ રહે.૧૬, દરવાજાવાળો વાસ, ફીરોજપુર, ગાંધીનગરનો તથા બ્લેક કલરની સ્કોર્પીયો ગાડી નં.GJ.18.EB.4511 ના ચાલક જશવંત અશોકજી જાદવ રહે. દરવાજોવાળો વાસ, ફીરોજપુર, ગાંધીનગરનો તથા બ્લેક કલરની સ્કોર્પીયો ગાડી નં.GJ.18.EA.0150 ના ચાલક વનરાજસિંહ જુજારજી ગોર રહે.ફુલપુરા, તા.જિ.ગાંધીનગરનો તથા સફેદ કલરની BMW ગાડી નં.GJ.01.KG.5207 ના ચાલક સોહેલ સોકતઅલી સૈયદ રહે.દહેગામ જિ.ગાંધીનગર નો તથા બ્લેક કલરની ફોર્ચ્યુઅન ગાડી નં.GJ.18.BC.6447 ના ચાલક દેવાંશ રણજિતકુમાર ચૌહાણ રહે.સેકર.૨૭, પ્લોટ નં.૧૧૯૪, ગાંધીનગર નો તથા બ્લેક કલરની સ્કોર્પીયો ગાડી નં.GJ.18.EB.7102 ના ચાલક ચંદન શૈલેન્દ્રભાઈ ઠાકોર રહે. વાવોલ, જિ.ગાંધીનગરનો તથા બ્લેક કલરની મહીંદ્રા કંપનીની થાર ગાડી નં.GJ.18.BH..4511 ના ચાલક સુરેશ વજાજી ઠાકોર રહે. મોટી સિહોલી, જિ.ગાંધીનગરનાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી:-
(૧) અનિલ વિષ્ણુજી જાદવ રહે.૧૬, દરવાજોવાળો વાસ, ફીરોજપુર, ગાંધીનગર
(૨) જશવંત અશોકજી જાદવ રહે. દરવાજોવાળો વાસ, ફીરોજપુર, ગાંધીનગર
(૩)વનરાજસિંહ જુજારજી ગોર રહે.ફુલપુરા, તા.જિ.ગાંધીનગર
(૪)સોહેલ સોકતઅલી સૈયદ રહે.દહેગામ જિ.ગાંધીનગર
(૫)દેવાંશ રણજિતકુમાર ચૌહાણ રહે.સેકર.૨૭, પ્લોટ નં.૧૧૯૪, ગાંધીનગર
(૬)ચંદન શૈલેન્દ્રભાઇ ઠાકોર રહે.વાવોલ, જિ.ગાંધીનગરનો
(૭)સુરેશ વજાજી ઠાકોર રહે.મોટી સિહોલી, જિ.ગાંધીનગર
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …