OUR GUJARAT NEWS

દેશી દારૂનાં અડ્ડા પર દરોડા:રાજકોટમાં 10 મહિલા સહિત 16 શખસ સામે 18 ગુના નોંધાયા, આથા સાથે 7,300 લિટર જથ્થાનો નાશ

રાજકોટ શહેરનાં કુબલીયાપરા સહિત કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી દેશી દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. જોકે અચાનક પોલીસનું ધ્યાન આ તરફ ગયું હોય તેમ 6 પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા કુબલીયાપરા વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન જુદી-જુદી 10 મહિલાઓ સહિત કુલ 16 લોકો સામે 18 જેટલા ગુનાઓ …

Read More »

સુરતમાં પાર્કિંગમાં મૂકેલી કારમાં વિકરાળ આગ, ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી આગ કાબૂમાં લીધી

સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા વિશાળ આર્કેડના પાર્કિંગમાં મૂકેલી લક્ઝુરિયસ કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. વિશાલ આર્કેડના પાર્કિંગમાં પાર્ક કરાયેલી કારમાં મોડીરાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. કારના બોનેટમાંથી અચાનક ધૂમાડા નીકળ્યા હતા અને ગણતરીના સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં બોનેટથી લાગેલી …

Read More »

છત્તીસગઢમાં CRPFનાં કેમ્પ પર નક્સલિયોએ મોટો હુમલો 3 જવાનો શહીદ, 14 ઘાયલ

છત્તીસગઢનાં સુકમા-બીજાપુર જિલ્લાનાં સીમાવર્તી ક્ષેત્ર ટેકલગુડેમ ગામમાં CRPF કેંપ પર નક્સલિયોએ મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં 3 જવાન શહીદ થયાં છે જ્યારે 14 ઘાયલ છે.  ઘાયલ સૈનિકોને ઈલાજ માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. હુમલાની સૂચના મળતાંની સાથે જ ફોર્સ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી ગઈ અને વિસ્તારને ચારેય તરફથી …

Read More »

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન થઇ

દિપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે લાંબાગાળાના સઘન રક્ષાત્મક પગલાં લેવાનું વન વિભાગનું આયોજન • ટ્રાન્ક્વિલાઈઝર ગન પૂરતા પ્રમાણ ખરીદવામાં આવશે • દક્ષિણ ગુજરાતમાં તાલુકા દીઠ ૧૦ પાંજરાઓ ખરીદીનું આયોજન • ટ્રેપ કેમેરા અને રેડિયો કૉલર દ્વારા દીપડાઓનું ટ્રેકિંગ-વર્તણુંકનો અભ્યાસ કરવામાં આવશે સુરત વન વર્તુળના બે વિભાગોના કુલ ૬૯,૬૦૦ …

Read More »

દ્વારકામાં 37 હજારથી વધુ આહીરાણીઓએ પારંપરિક રાસ રમી ઇતિહાસ રચ્યો; લાખો લોકોએ આ અલૌકિક નજારાનો આનંદ માણ્યો

આજે સવારે 5:00 વાગે બ્રહ્મમુહૂર્તમાં નંદગામ પરિસર ખાતે 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી. ત્યાર બાદ બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન વાંચવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો છે. પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી 37 હજારથી વધુ આહીરાણીઓ માયાભાઈ આહીર, અનિરુદ્ધ આહિર, …

Read More »

કોરોનાનું વધતું સંક્રમણ:ગુજરાત રાજ્યમાં આજે 23 એક્ટિવ કેસ,કેરળમાં સૌથી વધુ 300 કેસ

દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો આજે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. કાલ કરતાં આજે નવા11 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ …

Read More »

ભારતમાં JN.1ના 21 પોઝિટિવ કેસ:ગુજરાતમાં JN.1 વેરિયન્ટનો એક પણ કેસ નહીં, મંત્રી ઋષિકેશ પટેલ

હાલ ગુજરાત અને દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ચર્ચાઓનું જોર પકડ્યું છે. ગુજરાતમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં જોવા મળી રહેલા JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ વેરિયન્ટના કેસોમાં તેની ઘાતકતા ઓછી જોવા મળી છે. જેથી લોકોએ ગભરાવવા નહીં પરંતુ …

Read More »

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી,નવો વેરિયન્ટ હોવાની શંકા; બંને બહેનોએ દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે. ગાંધીનગરમાં કોરોનાનાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાનાં ભાગરૂપે મહિલાનાં સંપર્કમાં આવેલા તમામ લોકોનાં સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે.કોરોનાં પોઝિટિવ આવેલ બંને વ્યક્તિ દક્ષિણ ભારતનાં પ્રવાસે ગયા હોવાનું પણ પૂછપરછમાં સામે આવ્યું છે. કોરોનાં પોઝિટિવ આવેલ બંને મહિલે સેક્ટર-6 નાં રહેવાસી છે. …

Read More »

જયસુખ પટેલને હાઇકોર્ટનો ઝટકો:મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં HCએ જામીન અરજી ફગાવી

અમદાવાદ ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. આથી જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે. ગત સુનાવણીમાં જજ દિવ્યેશ જોશીની અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, પરંતુ આ સુનાવણી દરમિયાન …

Read More »

કેજરીવાલને ફરી EDએ મોકલી નોટિસ,દારુનીતિ કૌભાંડનાં મામલામાં પૂછપરછ કરશે ED

દિલ્હી દારુ કૌભાંડ મામલામાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર નોટિસ મોકલી છે. ઈડીએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરનાં હાજર થવાનાં આદેશ આપ્યાં છે. દારુનીતિ કૌભાંડનાં મામલામાં કેજરીવાલને ઈડીએ આ બીજી વખત સમન મોકલ્યું છે. EDએ આ પહેલા પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 2 ડિસેમ્બરનાં નોટિસ મોકલી હતી. પણ …

Read More »
Translate »
× How can I help you?