Gandhinagar News

પિતાએ કેફી પીણું પીવડાવી પુત્રી સાથે કર્યું ગંદુકામ

અમદાવાદ વટવામાં પિતાએ 16 વર્ષીય પુત્રીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પિતા સગીરાને કામ કરતો ત્યાં લઇ જઇને શારીરિક સંબંધ બાંધતો હોવાનું સામે આવતા પોલીસે ધરપકડ કરી છે. વટવામાં રહેતી સગીરાને પિતાએ કેફી પદાર્થનું પીણું પીવડાવી બેભાન કરીને છેલ્લા એકાદ વર્ષથી દુષ્કર્મ આચર્યું હોવાનું …

Read More »

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યશાસનનું સેવા દાયિત્વ સતત બીજીવાર સંભાળ્યા બાદ આગામી ગુરુવારે, ૨૨મી ડિસેમ્બર ૨૦૨૨ના રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા ‘સ્વાગત’ – સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આગળ …

Read More »

સાળંગપુરના હનુમાન દાદાને કરાયો સ્ટ્રોબેરીનો દિવ્ય શણગાર

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે મંગળવારે સ્ટોબરીના ફ્રુટનો દિવ્ય શણગાર કરાયો છે. પવિત્ર ધનુર્માસ અંતર્ગત નિમિતે દાદાના સિંહાસનને સ્ટોબેરીના શણગાર  સુશોભિત કરવામાં આવ્યો.  સાથે જ હનુમાનજી દાદાને સ્ટોબરીનો અન્નકુટ પણ ધરાવવામાં આવશે. દાદાના આ દિવ્ય રૂપના દર્શન કરી હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

Read More »

પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા રાજકોટ કોર્ટે દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો

રાજકોટના સર્વેશ્વર ચોકમાં યુવા બિલ્ડર પર ખૂની હુમલો કરી નાસી છૂટેલો દેવાયત ખવડ 10 દિવસ સુધી ફરાર રહ્યા બાદ શુક્રવારે બપોરે ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. તેના બે સાગરીતો હરેશ રબારી અને કિશન કુંભારવાડીયા પણ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. શનિવારે આ ત્રણેય આરોપીઓને એ-ડીવીઝન પોલીસે કોર્ટમાં રજૂ કરી …

Read More »

બેંક ઓફ બરોડાના પટાવાળાએ લોકરમાંથી 47.80 લાખ ચોરી કર્યા

અમદાવાદની બેંક ઓફ બરોડામાં કસ્ટમરના લોકરમાંથી બેંકના હંગામી પટ્ટાવાળાએ હાથ ફેરો કર્યો છે. કસ્ટમર અને બેંકના અન્ય કર્મચારીઓની જાણ બહાર અલગ અલગ લોકરમાંથી 47.80 લાખના દાગીનાની ચોરી કરી છે. જોકે, પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. બેંક ઓફ બરોડાના એલિસબ્રિજ શાખાના ચીફ મેનેજર મનોજકુમાર પ્રસાદે એલસીબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ …

Read More »

ગુલ્લીબાજ ડૉક્ટરના કામકાજનો હિસાબ માગ્યો અઠવાડિયામાં 2 વખત OPDમાં આવવાનો નિયમ

રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ પરના ડોક્ટર્સના કામનો રિપોર્ટ તૈયાર કરવાનું સૂચન કર્યું છે. સાથે જ સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો-કર્મચારીઓ સવારે 9થી સાંજના 5 વાગ્યા દરમિયાન ફરજ પર હાજર રહે તેનું ધ્યાન રાખવાની વિભાગના વડાઓને સૂચના અપાઇ છે. રાજ્ય સરકારના આદેશથી સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની કોન્ટ્રાક્ટ પર નિમણૂક …

Read More »

પાલિતાણાના તીર્થ સ્થાનોમાં થયેલી તોડફોડને લઈ વિવાદ વકર્યો દેશના જૈન સમુદાયના આગેવાનો રેલી

જૈનોના પવિત્ર તિર્થ શેત્રુંજય પર્વત પરના સુરજકુંડ ખાતે આણંદજી કલ્યાણજી પેઢીએ લગાડેલા બોર્ડ અને CCTV કેમેરાના થાંભલાને તોડફોડ કરાતા જૈન સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. પાલિતાણાના તીર્થ સ્થાનમાં થયેલી તોડફોડને લઈ વિવાદ વકર્યો છે. આજે સમગ્ર દેશના જૈન સમુદાયના આગેવાનો રેલી યોજીને વિરોધ કરશે. સાથે જ મુંબઈ, મદ્રાસ, સુરત, …

Read More »

અમદાવાદમાં સિનિયર સિટીઝન સાથે 1 લાખથી વધુની છેતરપિંડી

સેટેલાઇટના જોધપુર વિસ્તારમાં રહેતા રાજુબેન ભાગવત 30મી નવેમ્બરે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ તેમના ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતાં . ત્યારે સેટેલાઇટ વિસ્તારમાં ‘આગળ ઝઘડો ચાલે છે, આવતા જતા લોકોને લૂંટી લે છે’ તેમ કહીને બે ગઠિયાઓએ વૃદ્ધાએ પહેરેલા દાગીના પ્લાસ્ટિકની બેગમાં મૂકાવીને બેગ લઈને ફરાર થઈ ગયા છે. ત્યારબાદમાં …

Read More »

અમદાવાદના SG હાઇવે પર યુવકનું શંકાસ્પદ મોત

અમદાવાદના SG હાઇવે પર યુવકનું શંકાસ્પદ મોત વૈષ્ણોદેવી સર્કલ પાસેથી મળી આવ્યો હાર્દિક ઠક્કર નામના યુવકનો મૃતદેહ, મૃતદેહને સોલા સિવિલ ખાતે PM અર્થે ખસેડી સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Read More »

સુરતના માંડવીમાં મંત્રી કુંવરજી હળપતિએ સમીક્ષા બેઠકમાં ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓને ખખડાવ્યા

સુરતના માંડવી ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી કુંવરજી હળપતિ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો. તેમણે અનિયમિત હાજરી, ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓને ખખડાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તલાટી કમ મંત્રીઓને …

Read More »
Translate »