બનાસકાંઠા કલેકટરે જિલ્લામાં સવારે 7 વાગ્યાં પહેલા અને રાત્રે 8 વાગ્યાં બાદ ટ્યુશન ક્લાસીસ ચાલુ ન રાખવા કલેકટરે આદેશ કર્યા છે. છાત્રોની એકલતાનો લાભ લઈ અપહરણ તેમજ હત્યા જેવા ગુના રોકવા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. 10 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી જાહેરનામાનો અમલ કરવા જિલ્લા કલેકટરે સૂચન કર્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર ટ્યુશન સંચાલક સામે ગુનો નોંધાશે.
