સૂર્યનારાયણ સોસાયટી ખાતે રહેતા પ્રતિકભાઇ દિનેશભાઇ આદ્રેજા બેન્ક ઓફ ઇન્ડીયામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તારીખ 14 જુલાઇના રોજ તેઓ તેમની કરજ ઉપર પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર ઇસમે પોતાનું નામ સંદીપ હોવાનું એયુ.સ્મોલ ફાઇનાન્સ બેન્કનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું. કોન કરનાર સંદીપ નામના ઇસમે હોય કે તમારે લોન લેવી હોય અથવા કોઈ કમ્પ્લેન હોય તો જણાવો તેમ કહેતા પ્રતિકભાઇએ ક્રેડિટ કાર્ડની ફરિયાદ કરી હતી. જેથી ફોન કરનાર ઈસમે તેમની ટીમ સાથે વાત કરીને ફોન કરાવું છું તેમ કહ્યું હતું ઉપરથી ફોન આવ્યો હતો અને આ ઇસમે એ.યુ.ફાઇનાન્સ બેંકની સપોર્ટ ટીમમાંથી વાત કરતો હોઇ કાર્ડ નંબર જણાવી કમ્પ્લેન બાબતે વાત કરતા પ્રતિકભાઇએ આ ઇસમને ક્રેડિટ કાર્ડ બાબતની ક્વેરી જણાવી હતી
જેને પગલે કવેરી સોલ્વ કરવાની સાથે સાથે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવાની લાલચ આપતા પ્રતિકલાઈ તેની વાતમાં આવી ગયા હતા. બાદમાં ફોન કરનાર શખ્સ એક મેસેજ મોકલી બેંકની એપ્લિકેશનને લગતી લિંક છે તેમ કહી ચેક કરવા જણાવ્યું હતું. બાદમાં આ ઈસમે બે અલગ અલગ ઓ.ટી.પી મોકલ્યા હતા અને પછી સર્વર ડાઉન હોવાનું બહાનું કાઢીને આવતીકાલે સવારે ફોન કરીશું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં પ્રતિકભાઇના મોબાઇલ ઉપર તેમના ખાતામાંથી રૂપિયા 15498.60 નું ટ્રાન્ઝેક્શન ફેઈલ થયાનો મેસેજ આવ્યો હતો. પછી અન્ય પાંચ મેસેજ આવ્યા હતા. જેમાં 15498.60 તેમજ 20,057 રૂપિયા ઉપડી ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું. પ્રતિકભાઇના એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 86,509,82 ઉપડી જતાં પ્રતિકભાઇન સાઇબર ક્રોડ થયો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેઓએ પાંચ અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં પૈસા ઉપાડી લેનાર અજાણ્યા ઇસમો સામે સાયબર ક્રાઇમમાં અને ત્યારબાદ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાય ધરાઇ છે