હાર્ટ એટેક આવવાથી સતીશ કૌશિકનું અવસાન અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આપી માહિતી

બોલિવુડ અભિનેતા સતીશ કૌશિકનું નિધન

66 વર્ષની વયે સતીશ કૌશિકનું અવસાન

હાર્ટ એટેક આવવાથી સતીશ કૌશિકનું અવસાન

અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આપી માહિતી
પ્રખ્યાત અભિનેતા, નિર્માતા અને નિર્દેશક સતીશ કૌશિકનું ગુરુવારે વહેલી સવારે 66 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેમના નજીકના મિત્ર, અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેણે લખ્યું, ‘હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ !! તારા વિના જીવન ક્યારેય સરખું નહીં થાય, સતીશ! ઓમ શાંતિ!
તેમના મૃત્યુના એક દિવસ પહેલા, સતીશ કૌશિકે 7 માર્ચે તેમના છેલ્લી ટ્વીટમાં અલી ફઝલ, રિચા ચઢ્ઢા, જાવેદ અખ્તર, મહિમા ચૌધરી સાથે હોળીની તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેમનો ચહેરો હંમેશા નિશ્ચિંત અને હસતો હોય છે. સતીશ કૌશિકે ટ્વીટમાં એમ પણ કહ્યું હતું કે તેણે આ હોળી જુહુના જાનકી કુટીરમાં રમી હતી.

About chanchal bhuj bhuj

Check Also

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »