અમદાવાદમાં મેટ્રોના સાડા ત્રણ મહિના થઇ ચૂક્યા છે. ત્યારે અનેક લોકોએ આ મેટ્રોની મુસાફરી મજા માણી છે. સરકાર દ્વારા મેટ્રોની સુવિધા મળતા અનેક લોકો તેનો ભરપુર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે શહેરમાં સવારના 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે. આ નવો સમય 30 જાન્યુઆરી બાદ અમલી બનશે. મહત્વનું છે કે, હાલ સવારે 9 વાગ્યે મેટ્રો શરૂ કરવામાં આવે છે.
