ઉદ્યોગો બેન્કો પાસેથી ઓછી લોન લઇ રહ્યા છે : આરબીઆઇ

નાણાકીય વર્ષ 2022-23 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં બેન્કોના ઔદ્યોગિક ધિરાણમાં વધારો થયો હતો આ વૃદ્ધિ ફેબ્રુઆરીમાં 12 મહીનાના નીચા સ્તરે સાત ટકાએ આવી ગઇ.  આના કારણે વાર્ષિક ધોરણે ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિમાં ઘટાડો થયો હતો. આ માહિતી ભારતીય રિઝર્વ બેંકના ડેટા પરથી મળી છે.

ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ 13.6 ટકાના દાયકાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. નાણાકીય વર્ષ 23 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, ખાનગી ક્ષેત્રના મૂડી ખર્ચમાં ફરીથી વધારો થવાની આશા હતી. પરંતુ તે પછી તે ફરીથી એટલું ઘટ્યું કે તે લગભગ એક દાયકામાં તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું.

નોન ફૂડ ક્રેડિટની તુલનાએ ઓદ્યોગિક ધિરાણમાં થયેલા ઘટાડા કરતાં આ વધુ ગટાડો હતો. ફેબ્રુઆરીમાં તે વાર્ષિક ધોરણે 15.9 ટકાના દરે ડબલ ડિજિટમાં વધી રહ્યો હતો. તે જાન્યુઆરી કરતાં થોડો ઓછો હતો. જાન્યુઆરીમાં વાર્ષિક ધોરણે 16.7 ટકાનો વધારો થયો હતો. ઓક્ટોબરમાં તે 17.1 ટકાના દાયકાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

આરબીઆઈના ડેટા અનુસાર, ફેબ્રુઆરીના અંત સુધીમાં કુલ ઔદ્યોગિક ધિરાણ વધીને રૂ. 32.9 લાખ કરોડ થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 30.8 લાખ કરોડ હતું. જોકે, આ સમયગાળા દરમિયાન કુલ બિન-ખાદ્ય દેવું રૂ. 115.75 લાખ કરોડથી વધીને રૂ. 134.15 લાખ કરોડ થયું છે.

ઔદ્યોગિક લોનની ઓછી ઉપાડને કારણે, બેંક માટે વ્યવસાયનો આ વિસ્તાર ઓછો થઈ ગયો. બેંકો હવે વ્યવસાય માટે મુખ્યત્વે વ્યક્તિગત લોન અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) પર નિર્ભર છે. તમામ બેંકોએ ફેબ્રુઆરીમાં પૂરા થયેલા 12 મહિનામાં કુલ 18.4 લાખ કરોડ રૂપિયાની નવી લોન જારી કરી હતી. તેમાંથી 2.14 લાખ કરોડ રૂપિયાના 11.65 ટકા ઉદ્યોગોને આપવામાં આવ્યા હતા. જો કે, કૃષિ માટે 2.15 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. તેથી, કૃષિ કરતાં ઉદ્યોગોને ઓછી લોન આપવામાં આવી હતી.

ઔદ્યોગિક લોન સાથે સરખામણી કરવામાં આવે તો તે જાણકારી મળે  છે કે વ્યક્તિગત લોનમાં સૌથી વધુ વધારો થયો છે. 12-મહિનાના સમયગાળા દરમિયાન વિતરિત કરવામાં આવેલી નવી લોનમાં વ્યક્તિગત લોનનો હિસ્સો 37 ટકા હતો. આ પછી સર્વિસ સેક્ટરનો હિસ્સો 32.8 ટકા હતો.

 

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »