હિંમતનગ-ઈડર હાઈવે ફરી રક્તરંજીત બન્યો છે. ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 7 મહિનાની બાળકી સહિત 5 લોકોનાં મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મૃત્યું થયા હતા.મૃતકોમાં 2 મહિલા, 2 બાળકી અને એક પુરૂષનો સમાવેશ થાય છે. અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. રોડની ઢીલી કામગીરીને લીધે વારંવાર અકસ્માત થતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
