સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ મામલે આજરોજ હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક શબ્દોમાં ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન કાપવા માટે આદેશ આપ્યો છે
આ ઉપરાંત હાઈકોર્ટે GPCBને કન્સર્ન ઓથોરિટીઓ સાથે બેઠક કરવા આદેશ આપ્યો હતો. આ સાથે જ AMC, કોર્ટ મિત્ર, ટાસ્ક ફોર્સ સાથે પણ બેઠક કરવા આદેશ આપ્યો હતો. આગામી સપ્તાહ સુધી બેઠક કરવા હાઈકોર્ટે જણાવ્યું હતું. હાઈકોર્ટમાં ડ્રેનેજનું પાણી નદીમાં ઠલવાતું હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. જે બાદ હાઈકોર્ટે AMCને ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનો કાપવા માટે આદેશ આપ્યો હતો.