હિન્દુઓ પણ તીર્થોને પ્રવાસન સ્થળ ન બનવા દે શંકરાચાર્ય

જૈન સમાજે જે રીતે તેમના તીર્થ સમ્મેદ શિખરને પ્રવાસન સ્થળ બનતું રોકવા સંઘર્ષ કર્યો તે આદર કરવા યોગ્ય છે. હિન્દુ સમાજ પણ સમજી લે કે તીર્થ અને પ્રવાસન સ્થળ જુદાં છે. જોશીમઠ સહિત ઉત્તરાખંડને પ્રવાસન સ્થળ બનાવી દીધું છે. અહીં જમીનો ફાટી રહી છે. કુદરત જવાબ આપી રહી છે. જોશીમઠના લોકો ગુસ્સામાં છે. સરકાર મોડી જાગી છે.

જોશીમઠના અનેક વિસ્તારમાં સતત વિસ્ફોટો કરાઇ રહ્યા છે. 2005 પછી અહીં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, ત્યારે અહીં લાંબી સુરંગ બની અને તેના માટે ટીબીએમ એટલે કે ટનલ બોરિંગ મશીન મંગાવાયું. આ મશીનો સામાન્ય રીતે મજબૂત વસ્તુને કાપે છે, પરંતુ તેનાથી જોશીમઠની જમીન ખોદવાનું શરૂ થયું. ધ્રુજારીઓ અનુભવાઇ અને ઘણી જમીન કાદવ-કીચડમાં પરિવર્તિત થઇ ગઇ. જોશીમઠને ઘણું નુકસાન થયું અને લોકોએ મકાન છોડવા પડી રહ્યાં છે. અમને વિશ્વાસ છે કે આપત્તિઓ વચ્ચે પણ જોશીમઠ સુરક્ષિત રહેશે. 2008માં ગંગાસેવા અભિયાનની શરૂઆતમાં સ્વરૂપાનંદ સરસ્વતીએ મોટા પ્રોજેક્ટથી આફતની ચેતવણી આપી હતી. એવું જ થયું. આપણે સંતોની વાણીનો આદર કરવો જોઇએ.

About chanchal bhuj bhuj

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?