આ વખતે 108ને 4261 ઇમરજન્સી કોલ આવ્યા છે. રાજ્યમાં દોરી વાગવાના 92 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં અકસ્માતના 820 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ધાબા પરથી પડવાના 368 કેસ નોંધાયા છે. દોરી વાગવાના સૌથી વધુ 42 કેસ અમદાવાદમાં આવ્યા છે.
વડોદરામાં ઉત્તરાયણની ઉજવણી શહેરનાં દશરથ બ્રિજ પર દોરીના કારણે 35 વર્ષનાં રિંકુભાઇનું મોત નીપજ્યું હતું. નોંધનીય છે, મહેસાણામાં પણ દોરી ગળામાં વાગવાથી ચાર વર્ષની છોકરીનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ગોંડલના યુવાનને દાઢીના ભાગે દોરો વાગી જતા તેને 17 ટાંકા લેવા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ યુવક રાજકોટ પોતાના કામકાજ અર્થે જઈ રહ્યો હતો. તે દરમિયાન આશાપુરા ચોકડી પાસે પતંગનો દોરો લાગી જતા તેને ઈજા પહોંચી હતી. ઇજાજાગ્રસ્ત યુવકનું નામ પ્રણવ અશ્વિનભાઈ મારું હોવાનું જાણવા મળી રહ્યું છે. એક દિવસ અગાઉ રાજકોટના બેડી વિસ્તારમાં રહેતો 15 વર્ષીય તરુણ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું હતું.