JAYENDRA UPADHYAY

પશ્ચિમ બંગાળ: જુનિયર ડોકટરોની અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ 16મા દિવસે પણ ચાલુ

કોલકાતા: રાજ્યમાં જુનિયર ડોકટરોની અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ ચાલુ છે. ડોક્ટરોના આમરણાંત ઉપવાસને રવિવારે 16 દિવસ થઈ ગયા છે. અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આંદોલનકારી જુનિયર ડોકટરોને તેમની અનિશ્ચિત ભૂખ હડતાળ પાછી ખેંચી લેવા અને વાતચીત માટે આવવા વિનંતી કરી હતી.કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના …

Read More »

બેંગલુરુ ટેસ્ટમાં રોહિત બ્રિગેડનો પરાજય, 36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે ભારતની ધરતી પર રચ્યો ઈતિહાસ

ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને હરાવીને બેંગલુરુ ટેસ્ટ જીતી લીધી છે. ઘર આંગણે ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. બેંગલુરુ ટેસ્ટની પહેલી મેચમાં જીત મેળવીને કિવી ટીમે ઈતિહાસ રચી દીધો છે. ન્યૂઝીલેન્ડે 36 વર્ષ બાદ ભારતની ધરતી પર ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડે છેલ્લે 1988માં ભારતમાં ટેસ્ટ મેચ જીતી …

Read More »

દિલ્હીના પ્રશાંત વિહારમાં CRPF સ્કૂલ પાસે જોરદાર વિસ્ફોટ, લોકોમાં અફરાતફરીનો માહોલ

 દિલ્હીથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આજે રવિવારના દિવસે સવારના સમયે દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ સંભળાયો છે. આ વિસ્ફોટના અવાજના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. આ વિસ્ફોટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્કૂલની દિવાલ પાસે થયો હતો. વિસ્ફોટ બાદ તરત જ ધુમાડાના ગોટેગોટા …

Read More »

રાજસ્થાન અકસ્માત: લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, બસ-રિક્ષા વચ્ચે ટક્કર થતા 8 બાળકો સહિત 12નાં થયા મોત

રાજસ્થાનના ધોલપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં રિક્ષા અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં 12 લોકોનાં કમકમાટી ભર્યા મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ સામેલ છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ આ અકસ્માત બારી સદર પોલીસ સ્ટેશન વિસ્તારના સુનીપુર પાસે …

Read More »
Translate »
× How can I help you?