સાબરકાંઠાની નદીમાં ન્હાવા પડેલા 12 યુવકો ડૂબ્યા, 2ના મોત

by JAYENDRA UPADHYAY
0 comments

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં આવેલા ફરવાના સ્થળ પોળો ફોરેસ્ટમાં દર વર્ષે ડૂબવાના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. સાબરકાંઠાની હરણાવ નદીમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. પોળોમાં હરણાવ નદીમાં ન્હાવા માટે 12 યુવકો પડ્યા હતા. ન્હાવા પડેલા 12માંથી 2 યુવકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર, આ યુવકો ઉત્તરપ્રદેશના મિરઝાપુરના છે.સાબરકાંઠામાં ન્હાવા પાડીને ડૂબીને મૃત્યુના કિસ્સાઓમાં વધારો થયો છે. નદીમાં ડૂબીને મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિજયનગર મોકલવામાં આવ્યા છે. બંને મૃતકો ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. મહત્ત્વનું છે પોળોમાં દર વર્ષે ડૂબવાના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે છતાં તંત્ર નિષ્ક્રિય છે. નદીની આસપાસ સાવચેતી માટે સાઇન બોર્ડ લગાવાયું નથી.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નદી-તળાવમાં ડૂબવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. બુધવારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલભંડી ગામની નદીમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી ગયા હતા. બંને બાળકો બાલભંડી ગામમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના હતા. પરિવારના દીકરી અને દીકરી નદીમાં ન્હાવા ગયા હતા. માતા-પિતાએ શોધખોળ કરતા બંને બાળકો નદીમાંથી મળ્યા હતા. બંને બાળકોને કાલાવડની સરકારી હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા.

You may also like

Leave a Comment