ભુજમાં કરણી સેના અને વિશ્વહિન્દુ પરીષદ બજરંગ દળ દ્વારા મહારાણા રાણા સાંગા વિશે સંસદમાં કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી સામે વિરોધ નોંધાવ્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમન દ્વારા સંસદમાં મહારાણા રાણા સાંગા વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આગેવાનોએ આજે જીલ્લા કલેક્ટર કચેરીએ રેલી સ્વરુપે જઇને આવેદનપત્ર પાઠવ્યુ છે.આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સંસદ જેવા લોકશાહીના સર્વોચ્ચ મંદિરમાં રાષ્ટ્રના મહાન યોદ્ધા વિશે આવી અભદ્ર ટિપ્પણી કરવી એ દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. આગેવાનોએ માંગ કરી છે કે સાંસદ રામજી સુમનને આકરી સજા કરવામાં આવે અને તેમનું સંસદ સભ્યપદ તાત્કાલિક રદ કરવામાં આવે.આગેવાનોએ એવી પણ માંગણી કરી છે કે ભવિષ્યમાં સંસદ, રાજ્યસભા કે વિધાનસભાઓમાં કોઈપણ સ્વાતંત્ર્ય સેનાની કે સૂરવીર વિશે આવી ટિપ્પણી ન થાય તે માટે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે. આવેદનપત્રમાં વિનંતી કરવામાં આવી છે કે આ રજૂઆત યોગ્ય સત્તાધીશો સુધી પહોંચાડવામાં આવે.પશ્ચિમ કચ્છ બજરંગદળના સંયોજક કરણસિંહ જાડેજા,અને શ્રી માધુભા જાડેજા અધ્યક્ષશ્રી રાજપુત કરણીસેના કચ્છ દ્વારા કરતા માહીતી આપવામાં આવી હતી.