કચ્છની ધરા ફરી ધ્રુજી, વાગડ વિસ્તારની ફોલ્ટલાઈન પર ફરી નોંધાયો 2.8ની તિવ્રતાનો આંચકો

કચ્છના સરહદી વિસ્તારમાં આજે સાંજે 5:05 વાગ્યે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના-નાના આંચકાઓ આવવાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. ત્યારે આજે શનિવારની સાંજે 5:05 કલાકે વાગડ વિસ્તારના રાપર નજીક ભૂકંપના આંચકો નોંધાયો હતો.વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના-નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે સાંજે 5:05 કલાકે 2.8ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના રાપરથી 21 કિલોમીટર દૂર વેસ્ટ, સાઉથ – વેસ્ટમાં નોંધાયું છે.ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલી ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી લઈને 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. તો ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ ફોલ્ટલાઇન સક્રિય થઈ છે ત્યારે આજે સાંજે ફરી આ વાગડ વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો જેની અસર ભચાઉ અને રાપરના આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હતી .

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજમાં વડાપ્રધાનની મુલાકાત સમયે ક્યાં રસ્તા ચાલુ, વાંચો અહેવાલ

ભુજ, આગામી તા.૨૬/૦૫/૨૦૨૫ના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની કચ્છ જિલ્લાના ભુજ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોઇ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?