અમદાવાદ, જામનગર, રાજકોટમાં સીજીએસટીએ દરોડા પાડ્યા હતા. જેમાં 25 સ્થળો ઉપર જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 200 કરોડની કર ચોરી સામે આવી છે. અમદાવાદમાં સ્ક્રેપ ડીલરને ત્યાં દરોડા પડ્યા હતા. જામનગર, રાજકોટમાં તેલનાં વેપારીઓને ત્યાં દરોડા પડ્યા હતા. ટેક્સ ચોરીનો આંકડો હજુ વધી શકે છે. તેમજ બોગસ પરચેસ બિલ અને સેલ્સ ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. બેઝ ઓઈલ ઈમ્પોર્ટને લઈ મોટી કર ચોરી બહાર આવે તેવી શક્યતા છે.રાજ્યનાં 9 શહેરોમાં આવેલા 43 વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વેડીંગ ગારમેન્ટ્સ ઈન્ડસ્ટ્રી પર સ્ટેટ જીએટી વિભાગ દ્વારા દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …