એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પોલીસ

by JAYENDRA UPADHYAY
0 comments

ભુજમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગત તા.26-3ના રોજ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો જેમાં ઇબ્રાહીમ યુસુફ સીદી ઉ.વ.45 તથા સબીર ઉર્ફે સબલો અબ્દુલ સત્તાર ઉવ.24 પાસેથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો.એક્ટીવાની ડીક્કીમાં રાખેલ ગાંજાનો જથ્થો ઝડપાયો ત્યારે આરોપી ઇબ્રાહીમ યુસુફ સીદી ભુજ વાળો ઝડપાઇ ગયો હતો જ્યારે આરોપી સબ્બીર ઉર્ફે સબલો અબ્દુલ સત્તાર નાશી છુટ્યો હતો ત્યારે ભુજ શહેર એ ડીવીઝનના પીઆઇ શ્રી એચ.એસ.ત્રિવેદીને તપાસ સોપંવામાં આવી હતી જેમં સબીર તેના અંજાર ખાતેના નિવાસસ્થાને આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે વર્કઆઉટ કરીને પીએસઆઇ જે.જે.રાણાની આગેવાનીમાં એક ટીમ અંજાર રવાના કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો.

 

You may also like

Leave a Comment