મત ગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરતા કાઉન્ટિંગ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંહ દેથા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર મત ગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સરકારી એન્જિનિયરીંગ કોલેજ ભુજ ખાતે યોજાનારી છે. આ મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય તે માટે કાઉન્ટિંગ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંગ દેથા, જનરલ ઓબ્ઝર્વરશ્રી બચનેશ કુમાર તથા અમર કુશવ્હાએ મત ગણતરી કેન્દ્ર ખાતે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ ઓબ્ઝર્વરશ્રીઓને મુલાકાત દરમિયાન મત ગણતરી માટે વિધાનસભાવાઈઝ હોલ અને અન્ય જરૂરી સુવિધાઓથી અવગત કરાવ્યા હતા. પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમારે કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે ઓબ્ઝર્વરશ્રીઓને જાણકારી આપી હતી.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈએ આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહીને સ્ટ્રોંગરૂમની સુરક્ષા, કાઉન્ટિંગ વ્યવસ્થા અને તેના માટેના સ્ટાફની નિમણૂક, પાર્કિંગ વ્યવસ્થા, પોસ્ટલ બેલેટની ગણતરી માટેનો હોલ, ભોજન અને પાણીની વ્યવસ્થા, મંડપ, લાઈટ, સાઉન્ડ સિસ્ટમ, પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમ, રાઉન્ડવાઈઝ રિઝલ્ટ શીટ, ઈમરજન્સી મેડિકલ સારવાર સુવિધા, મીડિયા સેન્ટરમાં પત્રકારશ્રીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ, પ્રવેશ માટેના સાઈનેજીસ વગેરે જરૂરી બાબતોની માહિતી ઓબ્ઝર્વરશ્રીને આપી હતી.

 

મત ગણતરી કેન્દ્ર ખાતેની આ મુલાકાતમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, તાલીમી આઈ.એ.એસ અધિકારી સુશ્રી ઈ. સુસ્મિતા, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી ડૉ. અનિલ જાદવ અને સુશિલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એ.એસ.હાશ્મી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના અધિક્ષક ઈજનેરશ્રી વી.એન. વાઘેલા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી એ.આર.ઝનકાંત સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?