મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂ.૧૧૦ કરોડના ખર્ચે ‘પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસની ઈમારત ‘પંચશક્તિ’ના પાયા પર રચેલી છે,
જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે મેઘરાજાની અચૂક મહેર રહે છે, પણ દરિયાઈ ખારાશ આગળ વધતા મીઠા પાણી, અને સિંચાઈની સમસ્યાઓ ઉદ્દભવે છે. ચોમાસામાં ભરતીના કારણે નવસારી શહેર તેમજ આજુબાજુના કાંઠા વિસ્તારના ગામોમાં દરિયાઈ ખારાશ આવતી અટકાવવાની આ સરકારે ચિંતા કરી છે. લોકોની સુખાકારીના કામો કરવા માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નવસારી જિલ્લાની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક વિસ્તારની જનતાના વિશાળ હિતમાં આ પ્રોજેકટ હાથમાં લીધો છે અને સ્થાનિક જનતાની લાગણી અને માંગણીઓને વાચા આપી છે, જેનો લાભ મળતા લોકોની પાણીની સમસ્યાઓ ભૂતકાળ બની જશે. આ ડેમ બનવાથી 18 કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળશે. પાટીલે કહ્યું કે, નવસારી જિલ્લામાં રૂ. ૭૦ હજાર કરોડના ખર્ચે સાકાર થનાર પી.એમ. મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક યોજના નવસારીની કાયાપલટ કરશે.
નવસારી: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના Purna Dam-CM Bhupendra Patel નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂ.૧૧૦ કરોડના ખર્ચે ‘પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસની ઈમારત ‘પંચશક્તિ’ના પાયા પર રચેલી છે, જેના મીઠા ફળો રાજ્યની જનતાને મળી રહ્યા છે. પંચશક્તિ એટલે; ‘જળશક્તિ, ઊર્જાશક્તિ, જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ અને જનશક્તિ’ થકી જ ગુજરાત વિકાસની રાહમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારે જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડી છે, જેના પરિણામે રાજ્યમાં પીવાના, ઘર વપરાશ અને સિંચાઈના પાણીની સમસ્યા ન રહે તે પ્રકારની નમૂનેદાર જળ વ્યવસ્થા ઉભી થઈ છે.’
મુખ્યમંત્રીશ્રીએ ‘પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર યોજનાની ઈ-તકતીનું અનાવરણ અને પ્રોજેકટ સ્થળે ભૂમિપૂજન કર્યું હતું. Purna Dam-CM Bhupendra Patel મુખ્યમંત્રીશ્રીના હસ્તે ચીખલી ખાતે રૂા.૩૬ કરોડના ખર્ચ નિર્માણ થનાર ૧૦૦ બેડની સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને જલાલપોર તાલુકાના અબ્રામા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રૂા.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહુર્ત કરાયું હતું, સાથોસાથ ગણદેવી અમલસાડ માર્ગ પર ધમડાછા પાસે અંબિકા નદી ઉપર ડૂબાઉ પુલના સ્થાને રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૩૯ કરોડના ખર્ચે નવનિર્મિત હાઈલેવલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.