સુરતમાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ, કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક મળી

દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરના વાતાવરણમાં આજે ફરી એક વખત પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સુરતમાં સર્જાયો છે. શહેરના તમામ વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં બપોર બાદ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે.

અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા
બપોર બાદ શહેરના વાતાવરણમાં અચાનક જ આવેલા પલટાને લઇ શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ઉનાળાના સમયમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા શહેરીજનો અટવાયા હતા. શહેરીજનો બહાર નીકળ્યા અને વરસાદે તેમને અટકાયા હતા.સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ અને તડકો-છાયો રહ્યાં કરતો હતો. ભરઉનાળામાં આકરા તાપ અને ઉકળાટ વર્તાતો હતો. બપોર સુધી હેરના જુદા જુદા વિસ્તારમાં છૂટોછવાયાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં હતાં. દરમિયાન બપોર બાદ અચાનક જ શહેરના તમામ વિસ્તારોમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા અનેરી ઠંડક પ્રસરી હતી. શહેરમાં ઉનાળો જાણે ગાયબ થઈ ગયો હોય અને ચોમાસા જેવી ઠંડક સમગ્ર શહેરમાં પ્રસરી ચૂકી હતી.જે રીતે આ વખતે અવારનવાર વરસાદને લઈને માવઠાં થઈ રહ્યાં છે, તેને લઈ ખેડૂતોની ચિંતા વધી રહી છે. હજુ થોડા દિવસ પહેલાં જ ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ કમોસમી વરસાદ હતો. જેને લઇ ખેડૂતોએ તેની માઠી અસર ભોગવી હતી. હજુ તો ઉનાળો બરોબર જામ્યો જ હતો અને આકરો તાપ પડી રહ્યો હતો, ત્યાં ફરી એક વખત વાતાવરણમાં પલટા સાથે શહેરમાં અને સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

જેનાથી ફરી એક વખત સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સુરત સહિત જિલ્લામાં શેરડી, કેરી, ડાંગર સહિત લીલાં શાકભાજી વાવતા ખેડૂતો કમોસમી વરસાદને લઈ ફરી એક વખત ચિંતાતુર બન્યા છે અને મોટું નુકસાન ભોગવાનો વારો આવ્યો છે.હાલમાં ભરઉનાળો ચાલી રહ્યો છે અને શહેરમાં ગરમીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યા છે ત્યારે આજે થોડીકવાર માટે પડેલા કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં સવારથી તડકા-છાયાનું પરિવર્તન જોવા મળ્યું હતું. અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો કેટલાક વિસ્તારોમાં આકરો તાપ જોવા મળ્યો હતો. શહેરમાં ઉનાળામાં આ પ્રકારના વાતાવરણથી શહેરીજનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને ચિંતામાં મુકાયા છે. એક જ શહેરમાં શહેરીજેનોએ ભરઉનાળે બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. આ પ્રકારના વાતાવરણથી સુરત જિલ્લાના ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »