Breaking News

21 વર્ષની વહુ 60 વર્ષના સસરાને લઈને ભાગી ગઈ

બુંદી જિલ્લામાં એક વહુનું દિલ સસરા પર આવી ગયું અને પછી પરિવાર કે નાતજાતનો વિચાર કર્યા વગર બન્ને ભાગી ગયા. પુત્રને જ્યારે પિતાના આ પરાક્રમની જાણ થઈ ત્યારે તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેણે ફરિયાદ લઈને પોલીસનો સંપર્ક કર્યો હતો. પતિનો આરોપ છે કે પોલીસ પણ તેની તપાસને ગંભીરતાથી નથી લઈ રહી. પતિએ પોલીસને વિનંતી કરી છે કે તે તેની પત્ની અને તેના પિતાની શોધ કરે. રિપોર્ટ મુજબ બુંદી જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિલોર ગામના રહેવાસી પવન વૈરાગીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેના પિતા રમેશ વૈરાગી પત્નીને લઈ ગયા છે. પવને ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની છ મહિનાની પુત્રીને છોડીને તેની પત્ની તેના પિતા સાથે ભાગી ગઈ હતી. પવનના જણાવ્યા અનુસાર, તેના પિતા તેની બાઈક પર પત્ની સાથે ભાગી ગયા હતા.
પુત્ર પવને જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ તેના પિતા ખોટા કામ કરતા હતા. સાથે જ તેની પત્ની સીધા સ્વભાવની છે. પવને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રોજરોટી કમાવવા બહાર રહે છે અને આ સમય દરમિયાન તેમની આંખો મળી ગઈ હતી અને બન્ને અવારનવાર ખોટું કામ કરતાં હતા અને એક દિવસ ભાગી ગયા.

About chanchal bhuj bhuj

Check Also

ભુજમાં નવનિર્મિત આઈકોનિક એસટી બસપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે 20 પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »