કચ્છ જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવારને લઇને જાહેરનામું બહાર પડાયું

આગામી તા. ૦૭/૦૩/૨૦૨૩ના રોજ હોળી તથા તા.૦૮/૦૩/૨૦૨૩ના રોજ ધુળેટીનો તહેવાર આવતો હોય સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારમાં ઉજવણી થનાર છે. આ તહેવારની ઉજવણી શહેર/ગામના મુખ્ય ચોકમાં લાકડા,છાણા તથા ઘાસ એકત્રીત કરી હોળી પ્રગટાવી હોલીકાનું દહન કરી, શ્રીફળ વઘેરી, શ્રીફળ, પતાસા ખજુર વિગેરેની લ્હાણી કરતા હોય છે. તેમજ ધુળેટીના તહેવારમાં પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તા તેમજ ગલી શેરીઓમાં આવતા જતા રાહદારીઓ ઉપર તથા એક બીજા ઉપર કોરો રંગ (પાઉડર) પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ કાદવ રંગ મિશ્રિત પાણી કેમીકલ યુકત રંગો અથવા તૈલી પદાર્થો કે તૈલી વસ્તુઓ ફેંકતા હોય છે અને અમુક લોકો જાહેર રસ્તાઓ ઉપર આડસ મુકી, વાહન રોકી, વાહન ચાલકો પાસેથી બળજબરીથી પૈસા ઉઘરાવતા હોય છે. જેને લીધે જાહેર રસ્તાઓ શેરીઓ ગલીઓમાં આવતા જતા જાહેર જનતાને અડચણરૂપ ત્રાસદાયક અથવા ઇજા થવાની તેમજ અમુક અસામાજીક તત્વો દ્વારા અન્ય કોમની સ્ત્રીઓ ઉપર રંગ છાંટવાના બનાવ અથવા છેડતીના બનાવ બનતા હોય છે. જેથી જાહેર સુલેહ શાંતી જોખમાય તેવી શકયતા નકારી શકાય નહીં. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે સારૂ પોલીસ અધિક્ષકશ્રી. પશ્ચિમ કચ્છ – ભુજએ જરૂરી જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલ છે. જે અન્વયે સમગ્ર કચ્છ વિસ્તારમાં સાવચેતીના પગલા લેવાનું ઇષ્ટ જણાય છે.
આથી દિલીપ રાણા, જિલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ ભુજ ફોજદારી કાર્યરીતી અધિનિયમ (સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ ના નં.૨)ની કલમ-૧૪૪ અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ સમગ્ર કચ્છ જીલ્લા વિસ્તારમાં તા.૦૭/૦૩/૨૦૨૩ થી તા.૦૮/૦૩/૨૦૨૩ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
કૃત્યોમાં કોઇપણ ઇસમ અથવા ઇસમોએ જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાઉડર), પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, કેમીકલ યુકત રંગો અથવા તૈલી પદાર્થો કે તૈલી વસ્તુઓ અથવા તેવા કોઇપણ પ્રકારના પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો ઉપર કે વાહનો ઉપર ફેકવા નહીં અને તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવું નહીં. પોતાના હાથમાં રાખવા નહીં કે કોઇને કે પોતાને ઇજા કે હાની થાય તેવી કોઇપણ પ્રવૃતિ કરવી નહી. તેમજ અન્ય કોમની લાગણી દુભાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે તેવી રીતનું વર્તન કરવું નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજ ફાયર સ્ટેશન આધુનિક વોટર રેસ્ક્યૂના સાધનથી વધુ સક્ષમ બન્યું, રેસ્ક્યુ ક્રાફ્ટ રિમોટથી ઓપરેટ થશે

ભુજ ફાયર સ્ટેશન આધુનિક વોટર રેસ્ક્યૂના સાધનથી વધુ સક્ષમ બન્યું, રેસ્ક્યુ ક્રાફ્ટ રિમોટથી ઓપરેટ થશેફાયર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »