મોદી સરકારે વીટો વાપર્યો, ‘શ્રી સમ્મેદ શિખર’ તીર્થસ્થળ જ રહેશે

ઝારખંડમાં ‘શ્રી સમ્મેદ શિખર’ તીર્થસ્થળ જ રહેશે. કેન્દ્ર સરકારે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને નોટિફિકેશન બહાર પાડ્યું છે. મધ્યપ્રદેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)મંત્રી ઓ. પી. સકલેચાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પહેલાંથી જ વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર હવે શ્રી સમેદ શિખર તીર્થસ્થળ જ રહેશે… તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે તીર્થક્ષેત્રમાં કોઈ બાંધકામનું કામ થશે નહીં અને સ્થળની પવિત્રતા જાળવવા માટે હોટલ, ટ્રેકિંગ અને નોન-વેજ પર પ્રતિબંધ રહેશે.

મંત્રી ઓ. પી.સકલેચાએ જણાવ્યું હતું કે, સમેત શિખર એ માત્ર જૈન સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પવિત્ર સ્થળ છે. તેમણે કહ્યું કે ‘એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક બોર્ડ બનાવવામાં આવશે, જેમાં બે લોકો જૈન સમાજ, સ્થાનિક પ્રતિનિધિ અને સરકારના પ્રતિનિધિ હશે. જે પણ નિર્ણય લેવાનો હશે તે બોર્ડ કરશે. તેમણે કહ્યું કે આ સ્થળ યાત્રાધામ જ રહેશે, પ્રવાસન સ્થળનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

About chanchal bhuj bhuj

Check Also

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »