નવસારીમાં એક દુખદ ઘટના બની હતી. અકસ્માતમાં પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા હતા. નવસારીના ખેરગામ તોરણવેરા ગામના 38 વર્ષીય અરૂણ ગાવિતનું ગુરૂવારે રાતે બાઈક ગામમાં જ સ્લીપ થતા મોતને ભેટ્યા હતા. અરૂણ ગાવિતના મોતની વાત જાણતા જ પત્ની ભાવના ગાવિત બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા. ત્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી પણ તેમને પણ હૃદયરોગના હુમલાને કારણે પત્ની ભાવનાએ પણ પણ પ્રાણ છોડ્યા હતા. પતિના મોતના અડધા કલાકમાં જ પત્નીના મોતથી બે માસૂમ બાળકોએ માતા પિતાની છત્ર છાયા ગુમાવી છે. મૃતક ભાવના ગાવીત ખેરગામના પૂર્વ સરપંચ હતા. સેવાભાવી દંપતીના મોતથી તોરણવેરામાં શોકનો માહોલ છવાયો છે.
