રાજ્યમાં આગામી સમયમાં ગરમી વધારે આકરી બનવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 2 ડિગ્રી તાપમાન વધાવાની સંભાવના છે.
આ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડશે. હવામાન વિભાગે જાહેર કરેલા સ્પેશિયલ એલર્ટમાં જણાવાયું છે કે, ખાસ કરીને દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારો હીટવેવની ઝપેટમાં આવશે.