મોદી સરકાર 7 લાખ ઘરોમાં આપશે ફ્રી ડિશ ટીવીની ભેટ

મોદી સરકાર સમાચાર અને મનોરંજન ચેનલ દૂરદર્શન (Doordarshan – DD)ને ઓલ ઈન્ડિયા રેડિયો (All India Radio – AIR)ની સ્થિતિ સુધારવા માટે રૂ. 2,539 કરોડનો ખર્ચ કરશે. આ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ (BIND) હેઠળ સરકારનો હેતુ લોકો સુધી સાચા સમાચાર, શિક્ષણ અને મનોરંજન પહોંચાડવાનો છે. તમને જણાવી દઈએ કે BIND 2021-22થી 2025-26ના વર્ષ માટે સરકારની આર્થિક બાબતોની સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સરકારે કહ્યું છે, કે આના દ્વારા ઘણી પરોક્ષ રોજગારીની તકો પણ ઊભી થઈ શકે છે.

બંને કંપનીઓ પાસેના ઉપલબ્ધ સાધનો અને સ્ટુડિયોને આધુનિક અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. સ્ટાન્ડર્ડ ડેફિનેશનથી હાઈ ડેફિનેશન સુધી પ્રસારણ કરવામાં આવશે. એટલે કે દૂરદર્શન પર વિડિયોની ગુણવત્તા હવે સારી થશે. તેમજ જૂના ટ્રાન્સમીટર પણ બદલવામાં આવશે. સરકાર નવા એફએમ ટ્રાન્સમિટર્સ ઇન્સ્ટોલ કરશે અને હાલના એફએમ ટ્રાન્સમિટર્સને અપગ્રેડ કરવામાં આવશે. આ અપગ્રેડેશન ખાસ કરીને સરહદી વિસ્તારો અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોમાં કરવામાં આવશે.

સરકાર દેશના અંતરિયાળ, સરહદી અને આદિવાસી વિસ્તારોમાં લગભગ 7 લાખ ડીડી ફ્રી ડીશ લગાવશે. આ યોજના હેઠળ સરકાર દ્વારા ડાયરેક્ટ ટુ હોમ અથવા ડીટીએચનો વિસ્તાર કરવામાં આવશે. આ ફેરફારોમાં વધુ ગુણવત્તાવાસભર કન્ટેન્ટ બનાવી પ્રસારિત કરાશે, જેથી તેને વધુને વધુ લોકો પસંદ કરી શકે. જૂના સ્ટુડિયોના સાધનો અને ઓબી વાન બદલવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં 36 ટીવી ચેનલો દૂરદર્શન હેઠળ ચાલે છે. તેમાંથી 28 પ્રાદેશિક ચેનલો છે. જ્યારે AIR પાસે 500 પ્રસારણ કેન્દ્રો છે.

About chanchal bhuj bhuj

Check Also

ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ

અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?