નડિયાદમાં 7 લોકોએ ભેગા મળી BSF જવાનની કરી કરપીણ હત્યા

નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં  BSF જવાનની હત્યા કરવામાં આવતા ચારેકોર અરેરાટી મચી ગઈ છે. નડિયાદના વનીપુરાના યુવાને BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરતાં યુવાનને ઠપકો આપવા ગયેલા BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ 7 લોકો તૂટી પડ્યા હતા. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા BSF જવાનનું મોત નિપજ્યું હતું.

7 લોકોએ એકઠા થઈ BSF જવાન અને તેમની પત્ની તથા દિકરા પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં BSF જવાનનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલમાં ચકલાસી પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે મૃતક જવાન છેલ્લા 28 વર્ષ બીએસએફમાં નોકરી કરતો હતો. ગતરાત્રીના સુમારે આ ઘટના બની હતી. BSF જવાનો દ્વારા મૃતક BSF જવાન મેલાજી ભાઈ ડાયાભાઈ વાઘેલાને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યુ હતું.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »