સુરત એરપોર્ટ 2018માં ઉડેલી 28 ફ્લાઇટ હવે માત્ર 14 રહી ગઈ, કોલકાતાની વધુ એક ફ્લાઇટનું ઓપરેશન બંધ

27 ડિસેમ્બર-2018એ એક દિવસમાં સુરત એરપોર્ટ ઉપરથી 28 ફ્લાઇટો ટેકઓફ કર્યું હતું, જે આજે ઘટીને માત્ર 14 થઇ ગઇ છે. તા. 23 ડિસેમ્બર-2022ના રોજ સુરત એરપોર્ટ ઉપરથી માત્ર 14 ફ્લાઇટે જ ટેકઓફ કર્યું છે, તેમા પણ હવે 1 ફ્લાઇટ ઓછી થશે. સુરત-કોલકાતાને જોડતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 25 ડિસેમ્બરથી બંધ કરી દેવાશે. કોવિડ પહેલા 12થી વધુ શહેરો સાથે સેવા હતી. જે હવે 8 ઉપર આવી પહોંચી છે. 28 ફ્લાઇટ ઉડતી હતી ત્યારે પેસેન્જરો આંકડો 1.50 લાખને પાર કરી ગયો હતો, જે હાલમાં ઘટીને 1 લાખથી પણ ઓછો થઇ ગયો છે.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »