Breaking News

એપ્રિલમાં 15 દિવસ બેન્ક રહેશે બંધ, જુઓ રજાનું આખુંય લિસ્ટ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના એપ્રિલ 2023 માટે બેંકોની રજા (Bank Holidays in April 2023)નું લિસ્ટ જાહેર થઇ ગયુ છે. આ લિસ્ટ અનુસાર એપ્રિલ 2023 માં કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે.

બેંક રજાઓમાંથી 4 રજાઓ રવિવારની છે.  આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં છે. આ તમામ રજાઓ તમામ રાજ્યોમાં લાગુ થશે નહીં. તે જ સમયે, આરબીઆઈની ગાઇડલાઇન અનુસાર, રવિવાર સિવાય બેંકો મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે.

1 એપ્રિલ: બેંક એકાઉન્ટ ક્લોઝિંગ થવાને કારણે બેંકોમાં રજા
2 એપ્રિલ: રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા
4 એપ્રિલ: મહાવીર જયંતિના કારણે અમદાવાદ, આઈઝોલ, બેલાપુર, બેંગ્લોર, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર અને રાંચી ઝોનમાં બેંક રજા.
5 એપ્રિલ: બાબુ જગજીવન રામની જન્મજયંતિ, તેલંગાણા ઝોનમાં બેંક રજા
7 એપ્રિલ: ગુડ ફ્રાઈડેના કારણે આઈઝોલ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, તેલંગાણા, ઈમ્ફાલ, કાનપુર, કોચી, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પણજી, પટના, રાયપુર, રાંચી, શિલોંગ અને કેરળ ઝોનમાં બેંક રજા
8 એપ્રિલ: બીજા શનિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા
9 એપ્રિલ: રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા
14 એપ્રિલ: આંબેળકર જંયતિના કારણે અગરતલા, અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, તેલંગાણા, ઈમ્ફાલ, જયપુર, જમ્મુ, કાનપુર, કોચી, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, પણજી, પટના, રાંચી, શ્રીનગર અને કેરળમાં બેંકની રજા.
15 એપ્રિલ: બોહાગ બિહુના કારણે અગરતલા, ગુવાહાટી, કોચી, કોલકાતા, શિમલા અને કેરળ ઝોનમાં બેંક રજા
16 એપ્રિલ: રવિવારના કારણે બેંકોની સાપ્તાહિક રજા
18 એપ્રિલ: શબ-એ-કદરના કારણે જમ્મુ અને શ્રીનગર ઝોનમાં બેંકો બંધ.
21 એપ્રિલ: ઈદના કારણે અગરતલા, જમ્મુ, કોચી, શ્રીનગર અને કેરળમાં બેંકો બંધ.
22 એપ્રિલ 2023: ચોથા શનિવારના કારણે બેંકોની સાપ્તાહિક રજા
23 એપ્રિલ 2023: રવિવારના કારણે બેંકોની સાપ્તાહિક રજા
30 એપ્રિલ 2023: રવિવારના કારણે બેંકોની સાપ્તાહિક રજા

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »