સ્ટોક એક્સચેન્જે અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ પાસેથી એક મીડિયા અહેવાલ અંગે સ્પષ્ટતા માંગી છે જેમાં પ્રશ્ન ઊભો થયો હતો કે શું અદાણી જૂથે ખરેખર $2.15 બિલિયનની લોન ચૂકવી છે કે કેમ? હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે સ્ટોક એક્સચેન્જ NSE અને BSEએ આજે અદાણી ગ્રુપ પાસેથી ખુલાસો માંગ્યો છે.
આ અહેવાલ બાદ અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 7 ટકા ઘટીને ચાર સપ્તાહની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. અન્ય તમામ 9 શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો. ગ્રુપના છ શેર પાંચ ટકાની નીચલી સર્કિટ પર બંધ થયા હતા. જ્યારે અદાણી પોર્ટ્સ 9.2 ટકા ઘટ્યો હતો.