રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 316 કેસ નોંધાયા છે. જેની સામે 189 દર્દીઓ સાજા થયા છે અને હાલ દસ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.
અમદાવાદમાં સૌથી વધુ 111 કેસ નોંધાયા છે. 92 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ સુરતમાં નવા 34 કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટમાં વધુ 30 કેસ સામે આવ્યા છે. મોરબીમાં નવા 23 કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 19 કેસ નવા નોંધાયા છે. વડોદરામાં 29 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં નવા 12 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં વધુ 12 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 8 કેસ નોંધાયા છે. કચ્છમાં 7 કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં 5 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, ભરૂચમાં 4 કેસ, જામનગરમાં 5 કેસ, આણંદમાં 2 કેસ, ખેડામાં 2 કેસ, નવસારીમાં 2 કેસ, પાટણમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કસે, બનાસકાંઠામાં 1 કેસ અને મહિસાગરમાં 1 કેસ નોંધાયો છે.