Breaking News

ઘરમાંથી ભગાડવી હોય ગરોળીને તો કરો આ એક સરળ કામ

ગરમીના દિવસોમાં ગરોળીઓનો ત્રાસ વધી જાય છે. ગરમી શરૂ થાય એટલે ઘરની અંદર ગરોળીની સંખ્યા પણ વધી જાય છે. ગરોળીથી દરેક વ્યક્તિ ડરે છે. તેથી તેને પકડીને બહાર કાઢવી મુશ્કેલ કામ થઈ જાય છે. ગરોળી સામાન્ય રીતે ઘરના દરેક ખૂણામાં અને સૌથી વધુ લાઈટની આસપાસ ફરતી જોવા મળશે. ગરોળીને પકડીને બહાર કાઢવી તો અશક્ય છે પરંતુ તમે કેટલાક એવા ઉપાય કરી શકો છો

કાળા મરીનો પાવડર અને લાલ મરીનો પાવડર એક એક ચમચી લેવો અને તેને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. ત્યાર પછી ગરોળી સૌથી વધુ જોવા મળતી હોય ત્યાં આ પાણી છાંટી દો.

– કોફી પાવડરમાં તમાકુ મિક્સ કરીને થોડું પાણી ઉમેરી તેના નાના નાના બોલ બનાવી લો. હવે આ બોલને ત્યાં રાખી દો જ્યાં ગરોળી સૌથી વધુ આવતી હોય. તેનાથી ગરોળી ઘર મૂકીને ભાગી જશે.

– જો તમે ઈંડા ખાતા હોય તો ઈંડાના વધેલા છોતરાને ડસ્ટબિનમાં ફેંકવાને બદલે ત્યાં રાખી દો જ્યાં ગરોળી આવતી હોય. આમ કરવાથી ગરોળી ભાગી જશે.

– ડુંગળી અને લસણની તીવ્ર ગંધ ગરોળી સહન કરી શકતી નથી અને ઘરમાંથી દૂર ભાગી જાય છે. તેથી ઘરના મુખ્ય દરવાજા અને બારી પાસે લસણ અને ડુંગળીની પેસ્ટ બનાવીને રાખી દેવી.

– પાણીમાં મરી પાવડર મિક્સ કરીને તેને સ્પ્રે બોટલમાં ભરી એ બધી જ દીવાલ પર છાંટી દો જ્યાં ગરોળી ફરતી હોય. એકવાર પછી ગરોળી જોવા નહીં મળે.

– ગરોળીને ભગાડવા જઈએ તો તે સ્પીડમાં આમતેમ ભાગવા લાગે છે અને ઘણી વખત માથા પર પડી જાય છે. તેવામાં તેને પકડીને ભગાડવી હોય તો તેના ઉપર પહેલા ઠંડુ પાણી છાંટી દેવું જેનાથી તે ધીમી પડી જશે. ત્યાર પછી તેને પકડીને ઘરમાંથી બહાર કાઢવી સરળ થઈ જશે.

About chanchal bhuj bhuj

Check Also

ભુજમાં નવનિર્મિત આઈકોનિક એસટી બસપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે 20 પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »