આત્મહત્યા પહેલાં સ્યુસાઇડ નોટમાં પતિએ લખ્યા પત્નીના કારનામા

મહાલક્ષ્મી નગરમાં રહેતા હિતેશ પાલે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરતા પહેલા તેણે એક સુસાઇડ નોટ પણ લખી હતી. તેમાં તેણે લખ્યું હતું કે, “મારી પત્ની નીતુ પાલના કૃષ્ણા રાઠોડ સાથે અવૈધ સંબંધ છે. આ લોકો મને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. મેં તે બંનેને ઘણીવાર સાથે પકડ્યા છે. નીતુ ઘરમાં તંત્ર-મંત્ર પણ કરે છે. થોડા દિવસો પહેલા નીતુને કૃષ્ણા સાથે પકડી હતી.”

“એક અન્ય મહિલા પણ આમાં મદદ કરે છે. તેનું નામ રાની ઉદાસી છે. નીતુ અને કૃષ્ણાના વોટ્સએપ ચેટ પર થોડા દિવસોથી નજર રાખી રહ્યો હતો. મને તે પણ જાણવા મળ્યું કે, ગાર્ડનમાં મળ્યા બાદ નીતુ કૃષ્ણાના રૂમમાં પણ જતી હતી. તે કૃષ્ણાને મોંઘા ગીફ્ટ્સ પણ આપતી હતી. મને કહેતી કે તે મારો ભાઇ છે અને પૈસાની લેવડદેવડ કરતી હતી. હદ ત્યારે થઇ જ્યારે નીતુએ થોડા દિવસો પહેલા પોતાના આશિક કૃષ્ણાને એક મોટી કામ ગીફ્ટ કરી હતી. આ કાર નીતુના નામે છે.”

નીતુ, કૃષ્ણા અને રાની મળીને ઘરમાં તંત્ર-મંત્ર કરતા હતા. છેલ્લા 1 વર્ષથી સ્લો પોઇઝન આપી રહ્યા હતા. તેના કારણે તે ખૂબ જ સુસ્ત રહેવા લાગ્યો હતો. મારું આખુ શરીર કાળું પડી ગયું છે.

આગળ મૃતકે લખ્યું હતું કે, તેની પત્ની તેને કંઇક ખવડાવીને પોતાની સંપૂર્ણ પ્રોપર્ટી પોતાની નામે કરી લેશે. મર્યા બાદ તેના પુત્ર યુવરાજ અને તેના માતા-પિતાને આ પ્રોપર્ટી આપી દેવામાં આવે. તે મને મારવા ઇચ્છતી હતી. તેથી તેણે તમામ જગ્યાએ નોમિનીમાં પોતાનું નામ લખાવ્યું છે. મારી મોતના જવાબદાર આ ત્રણ લોકો જ છે.

મૃતકે સ્યુસાઇડ નોટમાં અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે. સાથે અમુક લોકોને ધન્યવાદ પણ કહ્યા છે અને અપીલ કરી છે કે તેના પુત્ર અને પરીવારની મદદ કરે. તપાસ અધિકારી બીએસ કુમરાવતનું કહેવું છેકે, આત્મહત્યાના મામલામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. મૃતકની પત્નીના અનૈતિક સંબંધોની વાત સામે આવી છે. પોસ્ટમોર્ટમ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About chanchal bhuj bhuj

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?