હાલ ગુજરાત અને દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ચર્ચાઓનું જોર પકડ્યું છે. ગુજરાતમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં જોવા મળી રહેલા JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ વેરિયન્ટના કેસોમાં તેની ઘાતકતા ઓછી જોવા મળી છે. જેથી લોકોએ ગભરાવવા નહીં પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. ગુજરાતમાં આ વેરિયન્ટના એક પણ કેસ નોંધાયા નથી પરંતુ ભારતમાં આ વેરિયન્ટના 21 કેસ નોંધાયા છે. દુનિયામાં 40 દેશોને JN.1એ પોતાની ચપેટમાં લઈ લીધા છે.ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિશે જણાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં ઓક્ટોબરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં નોંધાયેલા કેસની સંખ્યા ઓછી છે. હાલ રાજ્યામાં 13 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદમાં સાત કેસ નોંધાયા છે. શહેરના જોધપુર, પાલડી અને ઘાટલોડિયામાં કેસ નોંધાયા છે. આ સાત લોકોમાં 4 મહિલા અને 3 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તમામના સેમ્પલ ઝિનોમ સિકવસિંગ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે આ સાત દર્દીમાંથી 5 દર્દી વિદેશ પ્રવાસથી પરત ફર્યા હતા, જ્યારે બે દર્દી અમદાવાદના જ છે. આ પાંચ દર્દીઓ ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને યુકેથી પરત ફર્યા હતા. 15 વર્ષના કિશોરથી લઈને 70 વર્ષના વૃદ્ધ સુધીના લોકો પોઝિટિવ આવ્યા છે. સિંગાપોરથી પરત આવ્યા બાદ 15 વર્ષનો કિશોર પોઝિટિવ આવ્યો છે. જોકે, એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી.ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેરિએન્ટના દુનિયાની અંદર જે કેસો જોવા મળે છે એની સરખામણીએ ભારતમાં 2300 જેટલા કેસ છે. ગુજરાતમાં આજે કોરોનાનો એક કેસ અને અગાઉના 12 એટલે 13 કેસ છે. હકિકતમાં ઓક્ટોબર મહિનાની અંદર પણ 20 કેસ નોંધાયેલા છે. આમ છેલ્લા છ મહિનાની એવરેજ જોઈએ તો એક અઠવાડિયામાં 4-5-7 કેસ આવતા હતા. આજ સુધીમાં વેરિએન્ટ માઇલ્ડ છે જેનાથી કોઈનું મૃત્યુ થયું નથી. વાયબ્રન્ટ ગુજરાતમાં આની કોઈ અસર થવાની નથી. મનસુખભાઈએ ખાલી સાવચેતી રાખવાનું કહ્યું હતું. આ વેરિએન્ટ ખૂબ જ માઇલ્ડ છે. ખૂબ સરસ રીતે સાવધાની રાખવાની જરૂર છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …