પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશ્યલઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભુજ માધાપર હાઇવે પર દિલ્હી પાસીંગની કારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે કારમાં સવાર પાંચ જેટલા પંજાબી યુવકોની ધરપકડ કરેલ
છે.એસઓજીની ટીમને પંજાબના શખ્સો ભુજમાં ડ્રગ્સ વેંચવા માટે ફરી રહ્યા હોવાની બાતમી મળતા વોચ ગોઠવીને આ ઓપરેશન એસઓજીએ પાર પાડ્યુ હતું.જેમાં કારનો પીછો કરવા દરમ્યાન ટાયર પર પોલીસને ચારથી પાંચ
રાઉન્ડ ફાયરીંગ પણ કરવું પડ્યુ હતું.પોલીસે કાળને થોભાવીને પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા શખ્સોમાં રનજીતસિંઘ જાટ,ઉવ.30, હરપ્રિતસિંઘ જાટ ઉવ.27, સરતાજસિંઘ જાટ ઉવ.42, દલેરસિંઘ જાટ
ઉવ.47, અને ગુરબેજસિંહ જાટ ઉવ.34 રહે તમામ પંજાબને પોલીસે ઝડપી પાડ્યા છે.આ ઉપરાંત તેમના કબ્જાની મારુતી સુઝીકી બ્રીઝા કારના સ્ટીયરીંગના ડેશબોર્ડમાં છુપાવેલ મદક પદાર્થ હેરોઇન જેનુ વજન 420 ગ્રામ
એટલે કે બે કરોડ દસલાખનો મુદામાલ ઝડપી પાડેલ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …