પોલીસ મહાનિરીક્ષાથી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબથી પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી.ની ટીમ દ્વારા વર્ષામેડી સીમ ખાતેથી રૂ. ૧૨,૬0,000/- નો દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ્લે રૂ. ૧૯,૯૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પક્ડી પાડી અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ. જેની તપાસ એલ.સી.બી. દ્વારા ચલાવવામાં આવતી હોય તપાસ દરમ્યાન આરોપીઓની પુછપરછ કરતા આ પકડાયેલ દારૂનાં જથ્થા સિવાય અન્ય દારૂનો જથ્થો વર્ષામેડી ગામે આંગણવાડીનાં ખંડેર મકાનમાં તેમજ વરંડામાં રાખેલ હોવાનું જણાવતા આરોપીઓને સાથે રાખી આ જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવ્યા મુજબનો પ્રોહી.મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
આરોપીઓનાં નામ:-
(૧) બાબુભાઇ વીશાભાઇ રબારી રહે. ખોડીયાર માતાજી મંદિરની બાજુમાં વર્ષામેડી તા.અંજાર
(૨) સુમીત વાસણભાઇ મહેશ્વરી રહે. ભીમાસર (૩) હરેશભાઇ ભીખાભાઈ રબારી રહે. વરસામેડી
(3) લક્ષ્મણસિંહ રહે. બાડમેર રાજસ્થાન
કુલમુદ્દામાલ ૧,૮૯,000/-
આ ડામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સપેક્ટર વી.આર.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.