૨૬મી જાન્યુઆરીની ઉજવણીની પૂર્વતૈયારીની કલેકટરશ્રીએ સમીક્ષા કરી

  • ભુજ સ્મૃતિવન ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી કરાશે

 

  • સાંસ્કૃતિક કાર્યક્રમ, સન પોઇન્ટ સુધી મેરેથોન દોડ, ભુકંપના દિવગંતોને પરીવારજનો દ્વારા અંજલી તથા વૃક્ષારોપણ, પરેડ, ટેબ્લો નિર્દેશન સહિતના કાર્યક્રમ યોજાશે

 

આ વર્ષે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભુજ સ્મૃતિવન ખાતે થનારી છે. ત્યારે આ ઉજવણીની પૂર્વ તૈયારી સંબંધિત બેઠક આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા તથા વ્યવસ્થાપન મુદે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં કલેકટરશ્રીએ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ધરતીકંપના દિવગંતોના પરીવારજનો દ્વારા અપાનારી શ્રધ્ધાંજલી તેમજ વૃક્ષારોપણ , ટેબ્લો ર્નિદેશન, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફીક નિયમન સહિતના તમામ આનુસંગિક મુદા પણ ચર્ચા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સુચના આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પશ્ચિમ કચ્છ એસ.પીશ્રી સૌરભસિંઘ, નિવાસી અધીક કલેકટરશ્રી મિતેશ પંડ્યા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ખાવડાથી 21 કિલોમીટર દૂર 2.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

સરહદી કચ્છ જિલ્લામાં આફ્ટર શોકનો સીલસીલો સતત યથાવત રહ્યો છે. છેલ્લી બે સદીમાં અનેક મોટા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »