નીરવ મોદી પ્રત્યાર્પણ સામે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે નહીં, લંડન હાઈકોર્ટે કહ્યું- હવે અપીલની જરૂર નથી

ભાગેડું હીરા વેપારી નીરવ મોદી ભારત પ્રત્યાર્પણ મામલે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે નહીં, ગુરુવારે લંડન હાઈકોર્ટે નીરવને સુપ્રીમ કોર્ટમાં અપીલની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. લંડન હાઈકોર્ટ દ્વારા પ્રત્યાર્પણનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. નીરવ મોદી સુપ્રીમ કોર્ટમાં જવા માંગતા હતા. અરજી નામંજૂર થયા બાદ હવે નીરવને ભારત લાવવાની પ્રક્રિયા સરળ બની ગઈ છે. હાઈકોર્ટની બે જજની બેન્ચે PNB કૌભાંડ કેસમાં નીરવ મોદીની અપીલને ફગાવી દીધી હતી. મુખ્ય આરોપીએ તેને ભારત પ્રત્યાર્પણ કરવા સામે અપીલ કરી હતી. તેની અપીલમાં નીરવે તેની ખરાબ માનસિક સ્થિતિને ટાંકીને પોતાને ભારત ન મોકલવાની અપીલ કરી હતી.  સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજે માન્યું હતુ કે તેણે પોતાની અપીલમાં જે બાબતોનો ઉલ્લેખ કર્યો હતો તે તમામ બાબતો બીનજરુરી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »