Breaking News

અરબી સમુદ્રમાં ડિપ્રેશન, દરિયાકાંઠે એલર્ટ

રાજ્યમાં હજુ 24 કલાક કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. અમદાવાદના દક્ષિણ ભાગમાં વરસાદની સંભાવના છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં હળવો વરસાદ થઈ શકે છે. ગીરસોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ભરૂચ, નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી છે. બીજી બાજુ, ડીપ ડિપ્રેશન સર્જવાને કારણે માછીમારોને સતર્ક કરાયા છે. બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે તે બાદ ઠંડીને લઇને પણ તૈયાર રહેવું પડશે. બે દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. બે દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. જે બાદ ઠંડીનું પ્રમાણ વધશે.

About JAYENDRA UPADHYAY

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »