WHO માને છે કે Guaifenesin Syrup TG Syrup, Diethylene Glycol અને Ethylene Glycol ટ્રેસ માત્રામાં મળી આવ્યા છે. તેના ઉપયોગથી મનુષ્યના જીવ જોખમમાં મુકાઈ શકે છે. ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટર દ્વારા આ રસાયણોની ઓળખ કરવામાં આવી હતી. 6 એપ્રિલે આ માહિતી WHOને આપવામાં આવી હતી.
જોકે, WHOના આ એલર્ટ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોઈ જવાબ મળ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે WHOનો ઈમેલ મળ્યા બાદ હરિયાણા અને પંજાબ સરકારોને આ મામલે તાત્કાલિક પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હતી.