૧૮થી ઓછી વયનાને વાહન આપશો તો આરોપી બનશો, પોલીસે વાહન માલિકે સામે ફરિયાદ કરી

અમદાવાદમાં ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે મૂળ બોટાદના અને હાલ જીવરાજપાર્ક વિસ્તારમાં દિકશાંતી ફલેટમાં રહેતાં બળવંતભાઈ મેઘાણી (ઉં,૧૮) સામે મોટર વાહન અધિનીયમની કલમ ૧૯૯ (૧ થી ૬) મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ, એક યુવકે પોતાના 17 વર્ષીય સગીર મિત્રને પોતાનું બુલેટ ચલાવવા માટે આપ્યું હતું. આ બુલેટ લઈને નીકળેલો સગીર વાહન સ્લિપ થતાં રોડ પર પટકાયો હતો. અકસ્માતમાં સગીરને ગંભીર ઈજા થઈ અને બુલેટને નુકશાન થયું હતું. અકસ્માતના આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ બનાવ તારીખ 22 સપ્ટેમ્બર, 2022 રોજ રાત્રે 10.45 વાગ્યે શાંતીપુરા સર્કલથી સાણંદ સર્કલ જવાના રોડ પર આવેલી સરકારી ચાવડી પાસે બન્યો હતો. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું કે કાયદાના સંઘર્ષ આવેલા સગીર પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હતું. છતાં તેના મિત્ર સગીરને પોતાનું બુલેટ ચલાવવા માટે આપ્યું હતું.

સગીરને બુલેટ ચલાવવા આપનાર તેના મિત્રને ટ્રાફિક એમ ડીવીઝન પોલીસે બુધવારે ગુનો દાખલ કરી આરોપી બનાવ્યો હતો. બુલેટ ચલાવતો સગીર વાહન સ્લિપ થતાં ઈજાગ્રસ્ત થયો હતો. જે અંગે ગુનો દાખલ થતાં પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો અને ૧૮ વર્ષીય યુવક સામે કાર્યવાહી થઈ હતી.

About chanchal bhuj bhuj

Check Also

ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ માટે તૈયાર રહેજો

રાજ્યમાં મે મહિનામાં જ અમુક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »