યુપીઆઈનું સર્વર ડાઉન થયું છે. યુપીઆઈનું સર્વર ડાઉન થઈ જતાં દેશભરમાં ઓનલાઈન લેવડ-દેવડ ખોરવાઈ ગઈ હતી અને ફોન-પે, ગુગલ-પે, પેટીએમ વગેરેના યુઝર્સ હેરાન પરેશાન થઈને સોશ્યલ મીડિયાના માધ્યમથી આક્રોશ વ્યકત કરી રહ્યા હતાં.
હાલ સોશિયલ મીડિયાના ટ્વીટર હેન્ડલ પર #UPIDown કરીને ટ્વીટ કરી રહ્યા છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં લોકોને પડતી મુશ્કેલીઓ શેર કરી રહ્યા છે. ઓફિશિયલ રીતે હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.