પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી |સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રયત્નમાં હતા દરમ્યાન ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.ખાંભલા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે (૧) યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે જુની મોટી ચીરઈ તા.ભચાઉ તથા (૨) રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજીતસિંહ જાડેજા રહે નવી મોટી ચીરઈ તા.ભચાઉ વાળાઓ સાથે મળી જુની મોટી ચીરઈ ગામથી પશ્ચિમે આવેલ ભુતિયા મહાદેવ મંદિરની બાજુમાં આવેલ બાવળોની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં ભરી લાવી નાની ગાડીમાં કટીંગ કરી રહેલ છે જે બાતમી હકિકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહુ બાતમી હકિકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
ગુના કામેના આરોપીઓ:-
(૧) યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે જૂની મોટી ચીરઈ તા.ભચાઉ
(૨) રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજીતસિંહ જાડેજા રહે નવી મોટી ચીરઈ તા.ભચાઉ
(૩) ટ્રક જેના રજી નંબર આર.જે.૦૪ જી.બી ૧૮૪૮ વાળીનો યાલક/માલીક
(૪)બડા દોસ્ત ૧૪ ટાડો જેના રજી નંબર જી.જે.૧૩ એ.એક્ષ ૦૨૮૬ વાળાનો ચાલક/માલીક
(૫)વિદેશી દારૂનો જથ્થો મોકલનાર
(૬)તપાસમાં જે નીકળે તે