મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યશાસનનું સેવા દાયિત્વ સતત બીજીવાર સંભાળ્યા બાદ આગામી ગુરુવારે, ૨૨મી ડિસેમ્બર ૨૦૨૨ના રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા ‘સ્વાગત’ – સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આગળ ધપાવી છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી ગુરુવારે તા. ૨૨મી ડિસેમ્બરે બપોરે ૩ કલાકે મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કક્ષ,સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે યોજાનારા રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકો-પ્રજાજનોની રજૂઆતો સાંભળશે.

About JAYENDRA UPADHYAY

Check Also

ગુજરાતમાં સાત દિવસ પડશે વરસાદ હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના છૂટાછવાયા સ્થળો પર આગામી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »