હાલમાં ગુજરાત રાજયમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ આર્મ્સ એક્ટનાં ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી દિશા નિર્દેશ આપેલ હોય જે અન્વયે શ્રી જે.આર.મોથાલીયા , પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સૌરભસિંઘ , પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાએ ગેરકાયદેસર હથિયારોની પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી.ભોલા તથા એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા.
આજરોજ એસ.ઓ.જી.ના પો.હે.કો. નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલાને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ટાકણાસર ગામની સીમમાંથી આરોપી ઝાકબ દાઉદ જત.ઉ.વ ૩૪,રહે.ગામ ટાકણાસર,તા.ભુજ,જી.કચ્છ વાળા પાસેથી એક દેશી હાથ બનાવટની લાયસન્સ તથા પરવાના વિનાની બંદુક કી.રૂ.૧૦૦૦/- ની સાથે ઝડપી પાડી માનકુવા પો.સ્ટે ખાતે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-
પો.ઇન્સશ્રી વી.વી.ભોલા, પો.સબ.ઇન્સશ્રી એન.ડી.જાડેજા, તથા એ.એસ.આઈ. ઘનશ્યામસિંહ જાડેજા,તથા પો.હેડ.કોન્સ નરેન્દ્રસિંહ ઝાલા,ગોપાલભાઈ ગઢવીનાઓએ સદર કાર્યવાહી
કરેલ છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
(૧) આરોપી ઝાકબ દાઉદ જત માનકુવા પોલીસ સ્ટેશન ખાતે મારામારીનાં ગુનામાં માર્ચ ૨૦૨૨ માં પકડાયેલ છે.